વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર માવઠાં અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે પણ મે મહિનામાં વરસાદ નોંધાયો અને એ પછી આજે અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. સમી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.
Advertisement
Advertisement
મરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં હવમાન ખાતાની વરસાદની આગાહી પ્રમાણે કચ્છ, અંજાર, ભુજના વિસ્તારમાં હજુ ચાર દિવસ વરસાદ પડે તેવી શક્યતા છે. અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી. રાજુલા, બાબરીધાર, બર્બટાણા સહિતના વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે વરસાદને પગલે બાબરીયાધારની ઘીયળ નદીમાં પૂર આવતા એક ટ્રક અને 5 માણસો ફસાયા હતા. આ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદના પ્રભાવને કારણે જનજીવન પર પણ અસર પડી છે.
કેટલાંક વિસ્તારોમાં ઊભા પાક પર પણ નુકસાન થવા પામ્યું છે.
Advertisement