ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. 17 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડશે અને પવનનું જોર વધે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ પડશે. પરંતુ, 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ થશે. રાજ્યમાં વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે તથા અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભાગો માટે આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા કે સામાન્ય વરસાદ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે અને તેની સાથે કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. જોકે, રાજ્યના અન્ય ભાગો માટે નજીકના દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
દરમિયાન, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જુલાઈથી શરૂ થતો વરસાદનો ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. તેમણે કહ્યું કે 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 17 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડશે અને પવનનું જોર વધે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 23 થી 30 જુલાઈ સુધી વરસાદ થવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારો, મહેસાણા, રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે.
Advertisement