Advertisement
Advertisement
20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે સજા પર સ્ટે મૂકવાની તેમની અપીલ ફગાવી દીધી હતી. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 2019 માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલી દરમિયાન ‘મોદી અટક’ વિશે આપેલા નિવેદનના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની જેલની સજા સંભળાવી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા ફરમાવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સાંસદનું પદ રદ્દ થયું છે.
સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જેથી આજે 25મી એપ્રિલ અને સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં તેને પડકાર્યો છે.
હવે રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે.
Advertisement