દિલ્હી/ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. એક સીઆરપીએફ જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG), 229ને વીરતા માટે પોલીસ મેડલ (PMG)થી સન્માનિત કરવામાં આવ્યા છે. 82 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM)અને 642 ને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના 18 પોલીસકર્મીઓને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જ્યારે બે પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ADGP ગાંધીનગર ખુર્શીદ મંઝર અલી અહેમદ અને આઈબી અધિકારી વિશાલ ચૌહાણને તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
ખુર્શીદ મંઝર અલી અહેમદ, અધિક પોલીસ મહાનિદેશક (આયોજન અને આધુનિકીકરણ) ગાંધીનગર ગુજરાત
વિશાલભાઈ દેવશીભાઈ ચૌહાણ, ઈન્ટેલિજન્સ ઓફિસર, ગાંધીનગર ગુજરાત
ગુજરાતમાં ઉત્કૃષ્ટ સેવા માટે સન્માનિત પોલીસ અધિકારીઓ
ડૉ. રાજકુમાર પાંડિયન: ADGP (રેલ્વે)
સંદીપ સિંહ: આઈજીપી (રાવપુરા, વડોદરા)
ગિરિરાજસિંહ જાડેજા: (ADSP CM સુરક્ષા)
ફિરોઝ શેખ (ACP અમદાવાદ સિટી)
જોબદાસ સૂર્યનારાયણપ્રસાદ ગેડમ: (ACP અમદાવાદ સિટી)
સુરેન્દ્રસિંહ કુમ્પાવત (ડીએસપી પંચમહાલ)
મનોજકુમાર પાટીલ : (સુરત PSI)
પ્રવીણકુમાર દેત્રોજા : (વડોદરા PSI)
ખીમજી ફફલ : (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
દિલીપસિંહ સોલંકી: (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
ભાર્ગવ દેવમુરારી: (દેવભૂમિ દ્વારકા)
રેખાબેન કેલાટકર: (ઈન્ટેલિજન્સ ઓફિસર, સુરત)
ભરતસિંહ ગોહિલ : (પીએસઆઈ સુરત)
રાજેન્દ્રસિંહ મસાણી: (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર ગાંધીનગર)
કિર્તીપાલસિંહ પુવાર: (પીએસઆઈ, સુરત)
રવીન્દ્ર માલપુરે: (ASI, વડોદરા)
અશોક મિયાત્રા : (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર, સુરત)
નીતા જંગલ: (પીએસઆઈ, ગાંધીનગર)
દર વર્ષે 12 ઓગસ્ટે મેડલની જાહેરાત
આ મેડલની જાહેરાત દર વર્ષે 12 ઓગસ્ટે કરવામાં આવે છે. ગયા વર્ષે એટલે કે 2022માં 28 મહિલાઓ સહિત કુલ 151 પોલીસકર્મીઓને આ મેડલ આપવામાં આવ્યો હતો. જેમાં સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ પોલીસ, રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8 પોલીસકર્મીઓને આ સન્માન મળ્યું હતું. 2021માં 152 પોલીસકર્મીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
Advertisement