અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. મહેસાણામાં પીએમ મોદીની સભા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે મહેસાણા જશે. આ દરમિયાન તેઓ 4700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને પણ સંબોધશે.
Advertisement
Advertisement
PM મોદી મહેસાણામાં વિશાળ જાહેરસભાને સંબોધશે
30 ઓક્ટોબરે યોજાનારી પીએમ મોદીની સભા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણા ભાજપે પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીએમ મોદી 4700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત સભાને પણ સંબોધિત કરશે. મહેસાણા ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સભા સ્થળે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર પીએમ મોદી 30 અને 31મીએ રાજ્યની મુલાકાત લેશે
એક અહેવાલ મુજબ પીએમ મોદી 30 અને 31 તારીખે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ઉત્તર ગુજરાતની ખેરાલુ વિધાનસભામાં વિવિધ કામોના ઉદ્ઘાટન સાથે સભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ 31મી ઓક્ટોબરે કેવડિયામાં યોજાનારી એકતા પરેડમાં પણ ભાગ લેશે. ગુજરાત ભાજપે પીએમ મોદીની બે દિવસીય મુલાકાતની અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોની અંદર પીએમ મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે.
આ પહેલા વડાપ્રધાન મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારના બોડેલીમાં શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું અને જાહેરસભાને સંબોધી હતી.
Advertisement