PM નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. શુક્રવારે, પોતાના પ્રવાસના બીજા દિવસે, પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. તેમાં માઇક્રોન ટેક્નોલોજી, એપ્લાઇડ મટિરિયલ્સ, ફોક્સકોન, સેમી, કેડન્સ, એએમડી જેવી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સેમિકોન ઈન્ડિયા દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના સંબંધો અપડેટ થતાં રહે છે. મારું એવું પણ માનવું છે કે સંબંધોમાં સુમેળ માટે આ જરૂરી છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે આપણે સૌએ સેમિકોન ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિમાં ભાગ લીધો હતો. તે સમયે ચર્ચા થઈ રહી હતી કે ભારતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં શા માટે રોકાણ કરવું? આપણે હવે એક વર્ષ પછી મળી રહ્યા છીએ ત્યારે પ્રશ્ન બદલાઈ ગયો છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે રોકાણ કેમ ન કરવું ? માત્ર પ્રશ્ન જ નહીં, પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. આ પરિવર્તન તમારા અને તમારા પ્રયત્નોથી આવ્યું છે. તમે જોડાયેલા છો, તમારું ભવિષ્ય ભારતની આકાંક્ષાઓ સાથે જોડાયેલું છે. તમે તમારા સપનાને ભારતની ક્ષમતા સાથે જોડી દીધા છે અને ભારત ક્યારેય કોઈને નિરાશ કરતું નથી.
પીએમ મોદીઃ 50 ટકા આર્થિક સહાય અપાશે
પીએમ મોદીએ જણાવ્યું કે, ઉદ્યોગ જગતને ભારત પર ભરોસો છે, કારણ કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ભારત પર સેમિ કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર ભરોસો છે કારણ કે અમારી પાસે સ્કીલ્ડ એન્જિનિયર્સ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ટેક્નોલોજી કંપનીઓને 50 ટકા નાણાંકીય સહાય આપવામાં આવશે. આ જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ આપી છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે સેમિકન્ડક્ટર ડિઝાઇન પર કોર્સ શરૂ કરવા માટે ભારતમાં 300 સ્કૂલોની ઓળખ કરવામાં આવી છે.એક વર્ષમાં એક લાખ ડિઝાઇન એન્જિનિયર બનશે. સેમિકોન ઇન્ડિયાથી વિશ્વનો આત્મવિશ્વાસ વધશે. પીએમ મોદીએ કહ્યું કે બે વર્ષમાં ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણાથી પણ વધારે થઈ ગઈ છે. 21મી સદીના ભારતમાં તમારા માટે અપાર તકો છે. ભારતની લોકશાહી, ભારતની વસતિ અને ભારતથી મળનારો લાભ તમારા વ્યવસાયને બમણો, ત્રણ ગણો કરી શકે છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતનું કૌશલ્ય, ક્ષમતાનો લાભ સમગ્ર દુનિયાને મળશે. અમે સારા વિશ્વ માટે ભારતનું સામર્થ્ય વધારવા માગીએ છીએ. જેમાં તમારો પણ હિસ્સો છે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છે કે, આ તક છે. પીએમ મોદીએ ઉમેર્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ સાચો સમય છે. દુનિયા માટે તો છે જ અને દેશ માટે પણ છે. આ અગાઉ ગુરુવારે પીએમ મોદીએ રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.
Advertisement