ગાંધીનગરઃ રાજ્યમાં ઘણી વખત પુત્ર-પુત્રીઓ માતા-પિતાની સંમતિ વિના કોર્ટ મેરેજ કરે છે. જ્યારે પુત્ર કે પુત્રી બંને પુખ્તવયના બને છે ત્યારે તેઓ એકબીજાની સંમતિથી લગ્ન કરી લે છે. છી જ્યારે માતા-પિતાને આ વાતની ખબર પડે છે ત્યારે વિખવાદ ઉભો થાય છે. ઘણીવાર આવા કિસ્સાઓનું પરિણામ ખતરનાક આવે છે. એટલા માટે પ્રેમ લગ્નમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની માંગ ઘણા વર્ષોથી થઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતા-પિતાની પરવાનગી વિના પ્રેમ લગ્નના મુદ્દે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત વિગતો મુજબ માતા-પિતાની પરવાનગી વગર પ્રેમ લગ્નના મુદ્દે મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે સંકેત આપ્યો છે કે ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે માતાપિતાની સંમતિ ફરજિયાત બની શકે છે. તેમણે કહ્યું છે કે સરકાર આવી સિસ્ટમ લાગુ કરવા પર વિચારણા કરી રહી છે જેથી માતાપિતાની સંમતિ ફરજિયાત બની જાય.
ઉલ્લેખનીય છે કે મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. સામાજિક આગેવાન મનુભાઈ ચોકસી મહેસાણાની શાળાઓમાં બાળકોને શપથ લેવડાવી રહ્યા છે. તે બાળકોને લગ્ન કરતા પહેલા તેમના માતા-પિતાની પરવાનગી લેવાની પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે. તે એવો સંકલ્પ કરાવી રહ્યા છે કે લવ મેરેજ હોય કે એરેન્જ્ડ મેરેજ હોય, પરંતુ તમારા માતા-પિતાની જરૂર પરવાનગી લેવી પડશે.
કોંગ્રેસે સમર્થન આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ તેમનું સમર્થન જાહેર કર્યું છે. ખેડાવાલાએ કહ્યું કે આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે તો હું તેનું સમર્થન કરીશ. સરકારે વિધાનસભામાં આ અંગે કડક કાયદો લાવવો જોઈએ. આજના સમયમાં તે ખૂબ જરૂરી છે.
Advertisement