અમદાવાદઃ ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ફરી એકવાર જોરદાર વધારો નોંધાયો છે, ડુંગળીના ભાવ જનતાને રડાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 12 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી હવે પ્રતિકિલો 80 રૂપિયાને પાર કરી ગઈ છે. એટલું જ નહીં ડુંગળીના વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ ઘટવાને બદલે વધશે. ટૂંક સમયમાં તેની કિંમત 100 રૂપિયાને પાર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
છેલ્લાં સાત દિવસમાં ભાવમાં વધારો
તહેવારોની સિઝનમાં ભાવમાં વધારો થયો છે. ડુંગળીના ભાવમાં વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજ્યમાં દરેક વ્યક્તિ મોંઘવારીની ઝપેટમાં છે ત્યારે હવે ગરીબોની કસ્તુરી ડુંગળી પણ જનતાને રડાવી રહી છે. ગરીબોની થાળીમાં સૌથી વધુ પીરસાતી ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે ? સામાન્ય દિવસોમાં ડુંગળી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી. છેલ્લાં સાત દિવસમાં ડુંગળીના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.
ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવમાં વધારો
ગુજરાતમાં ડુંગળીના ભાવમાં સતત વધારા બાદ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીની કિંમત 70 રૂપિયાથી વધીને 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લાં 7 દિવસમાં જ ભાવમાં વધારો નોંધાયો છે. સપ્લાય ચેઇનમાં અછતને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. હવે ડુંગળીના ભાવ આસમાને આંબી રહ્યા છે અને ખાવાનો સ્વાદ નીરસ બની ગયો છે.
હજુ ભાવ વધવાની શક્યતા
એવી શક્યતા દર્શાવવામાં આવે છે કે ડુંગળીના ભાવ પ્રતિકિલો 100 રૂપિયાને પાર કરી શકે છે. માલની આવક બંધ થવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થવાની ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે. શાકભાજીની રાણી કહેવાતી ડુંગળી હવે સફરજન કરતા પણ મોંઘી થઈ ગઈ છે. જેના કારણે ગૃહિણીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતી ડુંગળીમાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવ આસમાને આંબી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ આવી જ રહેશે તો ડુંગળીના ભાવ પણ ટૂંક સમયમાં સદીને સ્પર્શી શકે છે.
Advertisement