અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ અટકી ગયો છે. જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ ઓગસ્ટમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે ખેડૂતો ફરી વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે દિવસમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
Advertisement
Advertisement
અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં પવનની અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે રાજ્યના કેટલાંક ભાગોમાં 21 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં વધુ વરસાદની શક્યતા છે.
બે દિવસ મધ્યમથી ભારે વરસાદની સંભાવના
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે માઘ નક્ષત્રમાં બેસવાથી મંગળની રાશિ બદલાઈ જશે. તેના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. જેના પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. પટેલના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, હવામાન વિભાગે વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના નિદેશક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર 18મીએ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. જ્યારે 19મીથી વરસાદની ગતિવિધિઓ થોડી વધવાની શક્યતા છે. આ સાથે 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Advertisement