ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને હવામાન વિભાગના અંદાજ મુજબ ફરી એક વખત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણાં જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદના કારણે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દાદરા નગર અને હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે કચ્છના મુન્દ્રા, નવા કંડલા, નવલખી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગઈકાલે રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે 16 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજ્યના 23 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા પાણી આવવા લાગ્યા છે. ઘણાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ઘણાં ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 23 હાઈ એલર્ટ પર છે. જ્યારે 15 એલર્ટ પર છે અને 10 એલાર્મ લેવલ પર છે.
Advertisement