ગુજરાત પર વાવાઝોડા ‘તેજ’ વિશે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. IMDએ જણાવ્યું હતું કે રવિવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. ચક્રવાત તેજ યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
CS TEJ over SW Arabian Sea about 600 km E-SE of Socotra (Yemen).To intensify into SCS in next 12 hrs and further into VSCS in subsequent 24 hrs. To cross Yemen Oman coasts bet Al Ghaidah (Yemen) & Salalah (Oman) around early mrng of 25 Oct pic.twitter.com/HTIrefMDA7
— India Meteorological Department (@Indiametdept) October 21, 2023
હાલ ચક્રવાત તેજથી ગુજરાત પર કોઈ ખતરો નહીં
IMDએ જણાવ્યું હતું કે કેટલીક વખત વાવાઝોડું આગાહી કરેલા માર્ગ અને તીવ્રતા બદલી શકે છે. બિપરજોય વાવાઝોડાના કિસ્સામાં તેવું જ જોવા મળ્યું હતું. બિપરજોય જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને લેન્ડફોલ કરવા માટે તેની ઝડપ અને દિશા બદલાઈ જતા શરૂઆતમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં. દરમિયાન, રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે કે હાલ ચક્રવાત તેજથી કોઈ ખતરો નથી. રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે.
ચક્રવાતને લઈને મુંબઈમાં એલર્ટ જાહેર
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જો કે હવામાન વિભાગે પહેલા જ કહ્યું હતું કે ચક્રવાતની અસર મુંબઈમાં વધુ થઈ શકે છે જેને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે. દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન સોકોત્રા (યમન) ના લગભગ 820 કિમી E-SE અને લગભગ 1100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાત ‘તેજ’ 22 ઓક્ટોબરે સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
Advertisement