રાજકોટઃ આજકાલ રીલ બનાવવાનો ક્રેઝ મોટાભાગના યુવાનોની આદત બની ગયો છે અને તેના કારણે ગંભીર પરિણામો સાથેના અનેક બનાવો પણ બન્યા છે, રાજકોટના ઉપલેટામાં કંઈક આવું જ બન્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવીને અપલોડ કરવા માટે જીમ જઈ રહેલા બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં જીવલેણ રમત રમાઈ ગઈ હતી. તેમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના 19 ઘા મારીને તેની હત્યા કરી નાખી, જેના કારણે ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી ઘટનાનું રિક્રિએશન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવારે રાત્રે બનેલી હત્યાની ઘટનામાં 29 વર્ષીય યુવકને તેના જ 19 વર્ષના મિત્રએ છરીના 19 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસે વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા (ઉંમર 19 વર્ષ) નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું કે, મૃતક અને આરોપી નક્ષત્ર બિલ્ડીંગમાં બોડી ફિટનેસ જીમમાં સાથે જતા હતા. 10 દિવસ પહેલા વર્કઆઉટનો વીડિયો બનાવવા અંગે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્રણ દિવસ પહેલા મૃતકે આરોપી પર હુમલો કર્યો હતો, ત્યારબાદ આરોપીએ મૃતકને જીમની બહાર નીકળતા જ છરીથી હુમલો કરીને તેની હત્યા કરી નાંખી હતી.
મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી
મૃતકના પિતા નાથાભાઈ ગોવિંદભાઈ ભાદરકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પુત્ર આશિષ છેલ્લાં બે વર્ષથી નક્ષત્ર કોમ્પલેક્ષમાં આવેલ બોડી ફિટનેસ જીમમાં જીમ કરવા જતો હતો. ગઈકાલે સાંજે 5:30 કલાકે તે ઘરેથી નીકળ્યો હતો. તે સમયે, તેણે જીમમાં કસરત કરવા માટે બ્લેક ટ્રેક પેન્ટ અને આછા વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. આશિષ ઘરેથી નીકળ્યો ત્યાર બાદ હું મારા કામ માટે બહાર ગયો હતો પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ મને ખબર પડી કે મારા પુત્રની હત્યા કરવામાં આવી છે.
Advertisement