રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા પાંચથી છ કિલોમીટર દૂરથી દેખાતા હતા. આગને કારણે પાર્કિંગમાં રાખેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે
Advertisement
Advertisement
શહેરના આનંદ ચોક વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની વાત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રાજકોટનો ખૂબ જૂનો ઔદ્યોગિક વિસ્તાર છે. આગની જાણકારી મળ્યા બાદ સ્થાનિક કાઉન્સિલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સદનસીબે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એવું અનુમાન છે કે માલસામાનનું ભારે નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ, ફર્નિચરના ગોડાઉનમાં ફર્નિચર બનાવવા માટે વપરાતી સામગ્રી હતી, જેમાં સોફા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચામડાના કાપડનો પણ સમાવેશ થતો હતો. અચાનક લાગેલી આગના કારણે ગોડાઉનનો તમામ માલસામાન બળીને ખાખ થઈ જતાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
Advertisement