ગાંધીનગરઃ પાલનપુરના RTO સર્કલ પાસે રેલવે ઓવરબ્રિજ ધરાશાયી થવાની કરૂણ ઘટનામાં બે યુવકોના મોત થયા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ સભ્યોની કમિટીની નિમણૂક કરી મામલાની તપાસના આદેશ આપ્યા હતા. કમિટીના સભ્યો તે જ સાંજે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રીના કડક આદેશ બાદ કરાયેલી કાર્યવાહીમાં જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યું છે અને બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
ઘટના બાદ કોંક્રિટના નમૂના, સ્ટીલના નમૂના, ડિઝાઇન, નકશા વગેરે એકત્ર કરવામાં આવ્યા હતા અને સ્થળ પર પડેલા ગર્ડર અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓના પરીક્ષણના પરિણામો ટૂંક સમયમાં જ આવવાની અપેક્ષા છે. ત્યાર બાદ કમિટી ઘટનાના વિસ્તૃત નિષ્કર્ષ પર પહોંચી શકશે. અકસ્માતના પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે નિર્માણાધીન વિસ્તારમાં બેરીકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થા વગેરેની તકેદારી રાખવામાં આવી હોત તો આ કમનસીબ દુર્ઘટનાને ટાળી શકાઈ હોત.
કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી
બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો એક ભાગ તૂટી પડતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બંને યુવકોના પરિવારજનોએ માંગણી કરી હતી કે જ્યારે કંપનીના એન્જિનિયરો અને ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવશે ત્યારે જ તેઓ તેમના મૃતદેહ લેશે. હવે GPC કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
આ પહેલા પણ કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
ઉલ્લેખનીય છે કે આ કંપની અગાઉ પણ વિવાદોમાં રહી છે. આ કંપની સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તે જ કંપનીને ફરી એકવાર બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અગાઉ મહાનગરપાલિકા અને AUDAએ GPC કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી. આ દુર્ઘટના બાદ હવે જીપીસી કંપનીના 7 ડાયરેક્ટર અને ચાર એન્જિનિયરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વિવિધ વિભાગો દ્વારા તપાસ ચાલી રહી છે અને જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement