અમદાવાદઃ માધુપુરાનાં ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરવાની શરૂ કરી છે. આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં નિલેશ રામીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને રિમાન્ડ મેળવ્યા હતાં. ત્યાર બાદ પોલીસે લુકઆઉટ સર્ક્યુલરને આધારે પરેશ ઠક્કરને ઝડપ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
Advertisement
Advertisement
રિમાન્ડ દરમિયાન પોલીસની પુછપરછમાં પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, તેણે ડિલક્ષ ઠક્કર અને ભરત ઠક્કર જેઓ હાલમાં દુબઈ છે. તેઓ વેલોસિટી સર્વર બનાવી ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ કરતાં હોવાનું અને વેજલપુરમાં પીએનટીસી કોમ્પલેક્સના 11મા માળે વીવીઆઈપી સોફ્ટવેર નામથી ઓફિસ રાખીને વેલોસિટી સર્વરનું કામ અમીત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી ઓપરેટ કરતો હોવાનું જણાવ્યું હતું.
તેની મદદમાં પ્રકાશ ઉર્ફે ચીકુ નારણભાઈ માળી પણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને આરોપીઓને ગાંધીનગર ખાતેથી પકડી પાડ્યા હતાં. તે ઉપરાંત આ કેસમાં નાસતા ફરતા આરોપી જીગર ભાવસારની પણ પોલીસે અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસને બે નંગ લેપટોપ, ચાર મોબાઈલ ફોન તથા 71 હજાર રૂપિયા રોકડા મળતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
નિલેશ રામીએ રિમાન્ડ દરમિયાન પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે મેટા ટ્રેડર એપ્લિકેશનનું વેલોસિટી સર્વર તેણે પરેશ ઠક્કર નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હતું. પોલીસે પરેશ ઠક્કરની તપાસ શરૂ કરી હતી. તે ધરપકડથી બચવા માટે અમદાવાદમાંથી ભાગી ગયો હતો.
પોલીસે તેની જરૂરી માહિતી મેળવીને લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. જેના આધારે પરેશ ઠક્કર જયપુરથી દુબઈ જતા દરમિયાન જયપુર એરપોર્ટ ઓથોરિટીએ તેને ડિટેઈન કરીને અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આજે તેનો કબજો મેળવીને અટકાયત કરી હતી. તેની પાસેથી એક મોબાઈલ, 50 હજાર રૂપિયા રોકડા, જયપુરથી દુબઈની ટીકિટ, વિઝાના જરૂરી કાગળો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
આ સટ્ટામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી છે. માધુપુરાનાં ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરવાની શરૂ કરી છે. 15મી મેના રોજ પોલીસે વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારમાંથી વધુ ત્રણ લોકોને પકડ્યા હતાં. તેઓ ક્રિકેટ સટ્ટાના રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા.
તેમની પાસેથી નોટો ગણવાનું મશીન અને 22.20 લાખ રૂપિયા રોકડા મળ્યા હતાં.હવે આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે રણવીર ઉર્ફે લલ્લુ રાજપુત , ચેતન સોનાર અને પ્રવીણ ઉર્ફે ટીનોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેઓની પાસેથી 22.20 લાખ રોકડા અને નોટો ગણવાનું મશીન મળી આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યાંથી છ ડાયરી મળી આવી છે. આ ડાયરીની અંદર અનેક હિસાબો છે, જે માધુપુરા કૌભાંડના મૂળ સુધી પહોંચશે. તમામ વિગતો આ ડાયરીમાં છે.
Advertisement