અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઇલિયાસ નામના યુવકે નામ બદલીને પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને પછી તેના પર દુષ્કર્મ કર્યું હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
અમદાવાદના ઈસનપુરમાં લવ જેહાદની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઈસનપુરમાં રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે પોતાનું નામ યશ જણાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. તે પછી બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા, પરંતુ જ્યારે સગીરાને ખબર પડી કે યુવકનું સાચું નામ ઇલિયાસ છે તો તેણે બધી વાત તેની માતાને જણાવી દીધી. ત્યારબાદ પીડિતાની માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચીને ઈલિયાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે યુવકને ટોળાથી માંડ માંડ બચાવ્યો
આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, પીડિતાની માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઈલિયાસે તેની પુત્રીને કપડાંની દુકાનમાં નોકરી અપાવીને તથા ખોટી ઓળખ આપીને તેને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. લવ જેહાદનો મામલો સામે આવતાં જ વિસ્તારમાં ભીડ ઉમટી પડી હતી અને લોકોએ આરોપીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ આવી ગઈ અને યુવકને ભીડમાંથી બચાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.
Advertisement