ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપના આંચકાથી ફરી એકવાર કચ્છની ધરતી હચમચી ઉઠી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Advertisement
Advertisement
કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
કચ્છમાં અવારનવાર ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા અનુભવાય છે, કચ્છમાં આવા નાના ભૂકંપ સામાન્ય બની ગયા છે. ગઈ મોડી રાત્રે કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઇમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિમી દૂર નોંધાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના દુધઇ વિસ્તારમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. અત્રે જણાવવાનું કે કચ્છમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે. કચ્છમાં આ પ્રકારના નાના ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે.
Advertisement