ખેડા ચોકડી પર પાર્ક કરેલ કન્ટેનરમાંથી લાખોની કિંમતના અમૂલ ઘીના બોક્સની ઉઠાંતરી થવાની ઘટના સામે આવી છે. આ ઘીનો જથ્થો ભરૂચથી લાવી અસલાલી સ્થિત ગોડાઉનમાં પહોંચાડવાનો હોય કન્ટેનર ચાલક રાત્રે વાહન પાર્ક કરી પોતાના ઘરે આવતા તસ્કરો કળા કરી ગયા છે. સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં રૂપિયા ૨૦.૮૭ લાખના અમૂલના ઘીના પાઉચની ચોરીની ફરિયાદ નોંધાઇ છે.
Advertisement
Advertisement
આણંદ જિલ્લાના હાડગુડ ગામના ૩૦ વર્ષીય જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ પોતે બુરાક લોજીસ્ટીકમાં મેનેજર તરીકે છેલ્લાં બે વર્ષથી નોકરી કરે છે. આ ટ્રાન્સપોર્ટના માલીક યુનુસઅલી ગુલામહૈદર મોમીન (રહે.આણંદ) છે અને આ ઓફીસ સામરખા ચોકડીએ આવેલ છે. આ ટરાન્સપોર્ટની ટ્રકો અમૂલ ડેરીમાં કોન્ટ્રાક્ટ સીસ્ટમથી ફરે છે. ગત ૧૨ મેના રોજ આ કન્ટેનર પૈકી ટ્રક પર ચારેક મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ગુલામમોહસીન ગુલામનબી મોમીન ઓફિસે આવેલા અને તેમની સાથે ચન્દ્રકાન્ત જશભાઇ પટેલ પણ આવ્યા હતા.
આ ગુલામમોહસીને મેનેજરને કહેલ કે, મારે આંખના મોતીયાનું ઓપરેશન કરાવવાનું છે જેથી મારી જગ્યાએ આચન્દ્રકાન્ત જશભાઇ પટેલ ડ્રાઇવર તરીકે દસ દિવસ રહેશે. તેવું જણવાતા મેનેજરે શેઠને જાણી કરી જરૂરી વિધિ કરી હતી. ત્યારબાદ આ ઉપરોક્ત કન્ટેનરમાં મોગર ડેરીમાંથી અમૂલ લોચની બોરીઓ ભરીને સુરત-પલસાણા અમૂલના ગોડાઉનમાં મોકલવાની રહેશે. મેનેજરે આ બોરીની બીલેટ્રી બનાવીને ચંન્દ્રકાન્તભાઇને આપેલી હતી.
જે ડિલિવર કરી ગત ૧૮મી મેના રોજ ભરૂચ અમૂલ ડેરીના પ્લાન્ટમાંથી ઘીનો માલ ભરી અસલાલી સ્થિત આવેલા ગોડાઉનમાં મુકવા જવા ઉપરોક્ત કન્ટેનરમાં ચન્દ્રકાન્તભાઇ રવાના થયા હતા. આ કન્ટેનરમાં એક લીટર ઘીના ૩૯૨ બોક્સ, જેમાં બધા ૪૭૦૪ ટીન અને ૫૦૦ ગ્રામના ૨૦ હજાર પાઉચ, પાંચ લીટર ઘીના ૧૦૨૦ ડબ્બા સાથે કુલ ૧૬૪૭ નંગ થયા હતા.દરમિયાન બીજા દિવસે સવારે કન્ટેનર ચાલક ચન્દ્રકાન્તભાઇનો ફોન આવ્યો હતો અને મેનેજરને જણાવ્યું કે, આ કન્ટેનરમાં ચોરી થઇ છે
ત્યારે મેેનેજર સહિત અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના સમયે ખેડા આવીને ચોકડી પાસે સોમનાથ મહાદેવ મંદિરે પાસે ખુલ્લી જગ્યામાં કન્ટેનર મુકીને ઘરે જતો રહેલ હતો અને અત્યારે આવીને કન્ટેનર જોયેલ તો કન્ટેનરના પાછળના દરવાજાને મારેલ સીલ તૂટેલ હતો. તપાસ કરતા આ કન્ટેનરમાંથી અજાણ્યા તસ્કરો ઘીના ૩૯૬ બોક્સની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘીની કિંમત ૨૦ લાખથી વધારે થાય છે અને આ બનાવ સંર્દભે મેનેજર જબીઉલ્લાહ સૈયદે અજાણ્યા ચોર ઇસમ સામે ખેડા ટાઉન પોલીસમાં રિયાદ નોંધાવી છે.
Advertisement