ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 ગઈ તા.30 ઓગસ્ટને બુધવારથી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયું છે. યુનિટ-3 એ ગઈ 30 જૂને કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું હતું અને તે નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસના રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક છે ક્ષણ અને તે આપણી વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકની ક્ષમતા પણ દર્શાવે છે.
Advertisement
Advertisement
કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ગુજરાતના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)દ્વારા સંચાલિત છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર હેવી વોટરના રિએક્ટરનો સમાવેશ થાય છે.
કેએપીપી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત PHWR અનેક આધુનિક સલામતી સુવિધા ધરાવતો પ્લાન્ટ છે. અદ્યતન ટેકનોલોજીની ડિઝાઇનથી સુસજ્જ કાર્યક્ષમ સ્ટેશનનું સુનિશ્ચિત અને અવિરત વીજળી ઉત્પાદન માટે ખૂબ ચોકસાઇ અને સાવચેતીપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. પ્રથમ સૌથી મોટું સ્વદેશી 700 MWe કાકરાપાર ન્યુક્લિયર ગુજરાતમાં પાવર પ્લાન્ટ યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું , “ગુજરાતમાં સૌથી મોટા સ્વદેશી 700 મેગાવોટના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરીકે યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરીને ભારતની શક્તિએ આજે નવું પરિમાણ હાંસલ કર્યું છે.”
Advertisement