અમદાવાદઃ જૂનાગઢમાં જૂન મહિનામાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ગેરકાયદે દરગાહ બાંધકામને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ કેટલાંક લોકો રોષે ભરાઈ ગયા હતા અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં પોલીસે 174 લોકોની અટકાયત કરી હતી. પથ્થરમારાની આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને પોલીસે દરગાહની સામે જ માર માર્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જ મામલાની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને કોર્ટે 32 પોલીસકર્મીઓને કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી છે, અને તમામ પોલીસકર્મીઓને બે અઠવાડિયામાં કોર્ટ સમક્ષ હાજર થવા નોટિસ આપી છે.
Advertisement
Advertisement
32 પોલીસકર્મીઓને હાજર થવા આદેશ
જૂનાગઢમાં 16મી જૂને થયેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા છ આરોપીઓ અને ચાર સગીરોને પોલીસે જાહેરમાં માર માર્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓએ જેલમાં પોલીસ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પીડિતોએ હાઈકોર્ટમાં અરજી કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે તમામ 32 પોલીસકર્મીઓને એકસાથે હાજર થવાનો આદેશ આપ્યો છે.
પોલીસે સગીરોને પણ નિર્દયતાથી માર માર્યો
દરમિયાન, પીડિતોના વકીલે દલીલ કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને પણ નિર્દયતાથી માર માર્યો હતો. તે બાદ ગુજરાત હાઈકોર્ટે ડીવાયએસપી, પીઆઈ સહિત 32 પોલીસકર્મીઓને નોટિસ જારી કરી છે. કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જૂનાગઢ પોલીસને સોગંદનામું દાખલ કરવા પણ આદેશ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે રોડની વચ્ચોવચ બનાવેલી ગેરકાયદેસર દરગાહને દૂર કરવા મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારીઓ દરગાહ તોડી પાડવા માટે નોટીસ મુકવા ગયા હતા. નોટિસ વાંચતાની સાથે જ આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમણે પથ્થરમારો શરૂ કર્યો અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી. ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
Advertisement