ફ્રોડ અને છેતરપિંડી સહિતના સંખ્યાબંધ વધી ગયેલા સાઈબર ક્રાઈમને ખુલ્લા પાડતા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને સમગ્ર ગુજરાતમાં ઈશ્યૂ કરાયેલા 2.25 લાખ બેનામી સિમ કાર્ડનો પર્દાફાશ કર્યો છે.
મળી માહિતી અનુસાર, આ તમામ સિમ કાર્ડ પોઈન્ટ ઓફ સેલ્સ એટલે કે નાના વેપારીઓ દ્વારા ઈશ્યૂ કરાયા હતાને તેઓએ 15000 જેટલા તદ્દન નિર્દોષ લોકોના ફોટા અને અન્ય દસ્તાવેજો સાથે ચેડાં કરીને આ સિમ કાર્ડ ઈશ્યૂ કર્યા હતા.
આ કેસની તપાસ દરમિયાન ગુજરાતના 8.2 કરોડ ટેલિકોમ સબસ્ક્રાઈબરનો ડેટા એકઠો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ સિમ કાર્ડને વેરીફાઈ કરવા ભારતના સુપર કમ્પ્યૂટર ગણાતા પરમ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ફેસ રેકેગ્નિશન (ચહેરા દ્વારા ઓળખ)થી સુસજજ એવા સોલ્યુશનનો ઉપયોગ કરાયો હતો. આ સુપર કમ્પ્યૂટર પૂણે સ્થિત સેન્ટર ફોર એડવાન્સ કોમ્પ્યૂટિંગ (સી-ડેક) ખાતે મૂકવામાં આવ્યું છે.
AI ટૂલ દ્વારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ડેટાનું એનાલિસિસ કરાયું અને જુદા જુદા નામ અને સરનામાવાળા સમાન ફોટોગ્રાફને ઓળખી કાઢવામાં આવ્યા હતા. જેના પગલે સત્તાવાળાઓ બેનામી સિમ કાર્ડ અલગ તારવી શક્યા હતા.
15 હજાર ફોટોગ્રાફનો દૂરુપયોગ કરીને ઈશ્યૂ કરાયેલા 2.25 લાખ બેનામી સિમ કાર્ડને શોધી કાઢ્યા બાદ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે અન્ય વ્યાપક કદના કૌભાંડ પર ફોક્સ વધારી દીધું હતું.
Advertisement