ભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી ચોમાસું જામતા વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઘણાં રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પહાડી વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની વીજળી પડવાની તથા ભૂસ્ખલનની ઘટનાઓની ચેતવણી આપી છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી છે. અમદાવાદ અને આસપાસના ગામોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં પવનની ગતિ સમાન્યથી ઝડપી રહેવાની તેમજ દરિયામાં પણ કરંટ રહેવાનું અનુમાન છે.
ગુજરાત ઉપરાંત આ રાજ્યોમાં વરસાદની સંભાવના
IMDની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ, હરિયાણા, વિદર્ભ, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ (IMD)દ્વારા હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, છત્તીસગઢ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે લોકોને સંભવિત પૂર જેવી સ્થિતિ માટે તૈયાર રહેવાની પણ સલાહ આપી છે. સાથે જ આગામી 7 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 6 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ, ઉત્તરાખંડ પર વધુ સંકટ
IMDના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ માટે આજે હાઈ એલર્ટ અપાયું છે. આ રાજ્યમાં વીજળી અને ભારે પવનનો ખતરો છે. ઉપરાંત સૌથી વધુ સંકટ ઉત્તરાખંડ પર છે, અહીં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી જારી કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, ઝારખંડ, આસામ અને મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે. ઉપરાંત પવનની ઝડપ 30-40 કિમી રહેવાની સાથે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement