ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે નિરીક્ષક તરીકે ગુજરાત આવેલા ઉત્તર પ્રદેશ કેડરના IAS અભિષેક સિંહને આખરે રાજીનામું આપવું પડ્યું છે. અમદાવાદના અસારવા મતવિસ્તારમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેમણે પોતાની પાયાની ફરજ અને જવાબદારી નિભાવવાને બદલે શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી વાહનો અને સુરક્ષાકર્મીઓને આજુબાજુમાં ઉભાં રાખીને ફિલ્મના હીરોની માફક વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, તેની સેલ્ફી પણ લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે IAS અભિષેક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે ફેબ્રુઆરી 2023 સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
ઉત્તર પ્રદેશ કેડરના 2011 બેચના IAS અધિકારી અને જિલ્લા કલેક્ટર અભિષેક ટીવી સિરિયલો, વેબ સિરીઝમાં અભિનેતા તરીકે કામ કરતા હતા. દરમિયાન, ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોંપાયેલી કામગીરી કરવાને બદલે અમદાવાદમાં ‘હિરોગીરી’ કરતાં ઝડપાયા હતા. ગત વર્ષની ચૂંટણીમાં તેમને બાપુનગર અને અસારવા એમ બે વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી.
ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેમણે પોતાની મૂળ ફરજ અને જવાબદારી નિભાવવાને બદલે શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી વાહનો અને સુરક્ષાકર્મીઓને આસપાસ ઉભાં રાખીને ફિલ્મી હીરોની માફક વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે તેમની પોતાની કાર પર યુપી સ્ટાઈલમાં “ઓબ્ઝર્વર”નું બોર્ડ લગાવ્યું હતું અને તેની કેટલીક સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.
મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે તેમને તાત્કાલિક અસરથી નિરીક્ષક પદેથી હટાવી દીધા હતા. બાદમાં ઉત્તર પ્રદેશ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે તેમણે IAS પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે IAS અભિષેક સિંહની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS છે અને હાલ તેઓ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટ છે.
Advertisement