‘બાર ગાઉએ બોલી બદલાય’તે કહેવત આપણા ત્યાં જાણીતી છે પણ તેને સાચા અર્થમાં શહેરના સોલારોડ પર આવેલા નિર્માણ ટાવરમાં રહેતા અને અમદાવાદ રેલવે ડિવિઝનમાં સિનિયર ડિવિઝન એન્વાયરમેન્ટ મેનેજર તરીકે સેવામાંથી નિવૃત્ત થયેલા ફેડરિક પેરીયતે સાબિત કરી બતાવી છે અને તેઓ હાલમાં દેશના વિવિધ પ્રદેશની ૯ પ્રાદેશિક ભાષાઓ લખતાં-વાંચતા આવડે છે. આ વિશે ફેડરિક પરીયતે કહ્યું કે, અમે મૂળ કેરાલા પણ મારો જન્મ ગુજરાતમાં થયો હતો. મારા પિતા સ્ટેટ પોલીસમાં જોબ કરતા હતા.
Advertisement
Advertisement
બીજા વિશ્વયુદ્ધના સમયે પિતા ઇન્ડિયન નેવીમાં હતા અને ત્યારે તેઓ ભારતને રિ-પ્રેઝન્ટેશન કર્યું હતું. ગુજરાત-મહારાષ્ટ્રનું વિભાજન થતા તેઓ ગુજરાતમાં પોલીસ સેવામાં જોડાઇને સેવા આપવાનો નિર્ણય કર્યો હતો. પિતાની જોબ બદલાતી તે રીતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને ભૂજમાં રહીને ડિપ્લોમાં મિકેનિકલ, ઓટોમોબાઇલ અને બી.ટેકમાં મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો હતો.
અભ્યાસ કર્યા પછી દેશના વિવિધ રાજ્યમાં જોબ કરી હતી તે સમયે મને ભાષાઓ શીખવાનો મોકો મળ્યો હતો. હું અત્યારે પ્રાદેશિક ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ, તામિલ, મરાઠી, કોંકણી, કચ્છી, સિંધીમાં સારી પકડ છે. પ્રાદેશિક દરેક ભાષા સાથે એકબીજા સાથે જોડાયેલી છે અને તે રીતે ઝડપથી શીખી શકાય છે. ભાષા શીખેલા ન હોવાથી દેશમાં કોઇપણ જગ્યાએ જઇએ તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેની સામે ભાષા આવડતી હોય તો એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકાય છે.
જે તે પ્રદેશની ભાષા શીખવાથી તેની સાથે જોડાઇ જવાની અને તેમની પરંપરાઓ વિશે ઘણું જાણવા મળે છે. ઇન્ડિયન રેલવે સર્વિસિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર (આઇઆરએસએમઇ)માં સિલેક્શન થયો હતો અને તે રીતે અમદાવાદ રેલવે ડિવિઝનમાં સિનિયર ડિવિઝન એન્વાયરમેન્ટ મેનેજર તરીકે સેવામાંથી ગત વર્ષે નિવૃત્ત થયો છું. રેલવેમાં એન્વાયરમેન્ટને લઇને ઘણી કામગીરી કરી હતી. પરિવાર તરફથી મને કેરાલાની મલયાલમય ભાષા શીખવી હતી.
પ્રાદેશિક ભાષા આત્મીયતા સાથે જોડવાનું કામ કરે છે અને તેને લીધે જે તે પ્રદેશના લોકો જે તે વ્યકિતને પોતાનું માને છે. હવે મારે ઇન્ટરનેશનલ જર્મની, જાપાનીઝ અને ફ્રેન્ચ ભાષા શીખવાની ઇચ્છા છે અને જાતે જ તેને શીખવાની શરૂઆત કરી દીધી છે. દરેક ભાષા સાથેનો મને ઘણો પ્રેમ છે અને તેને લીધે હું જાતે ભાષા શીખું છે.
Advertisement