સુરતઃ પાંડેસરા GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં સ્થિત પ્રયાગરાજ, જેનું નામ હવે બદલીને તરાના કરી દેવામાં આવ્યું છે, ત્યાં ભીષણ આગ લાગવાને કારણે દોડધામ મચી ગઈ હતી. આગની માહિતી ફાયર બ્રિગેડને મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.
Advertisement
Advertisement
શહેરના 6 ફાયર સ્ટેશનની 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
જૂના પ્રયાગરાજ અને હવે તરાના નામથી ચાલતી મિલમાં અચાનક આગ લાગવાથી નાસભાગ મચી ગઈ હતી. મિલમાં રાખેલા માલસામાનને કારણે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, ચાલુ મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં શહેરના 6 ફાયર સ્ટેશનથી 17 વાહનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ
જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની 6 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ભેસ્તાન, મજુરા, માન દરવાજા, ડીંડોલી, ડુંભાલ અને નવસારી બજારના છ ફાયર સ્ટેશનના વાહનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Advertisement