અમદાવાદ: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 22 જૂન સુધીમાં ચોમાસું બેસી શકે છે. ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે ચોમાસું બેસવામાં વિલંબ થવાની શક્યતા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર કેરળમાં આગમન બાદ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે 22 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
19 અને 20 જૂને પ્રિ-મોન્સુન વરસાદ થશે
19 અને 20 જૂને પ્રિ-મોન્સુન વરસાદ થશે. ગુજરાતમાં 25મી જુલાઈ સુધી સારો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાનો પ્રથમ તબક્કો સારો રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન બિપરજોયની અસર ઓછી થતાં જ ચોમાસું આગળ વધશે.
રાજ્યમાં 25 જુલાઈ સુધી સારો વરસાદ પડશે
ગુજરાતમાં 22 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. પ્રથમ તબક્કામાં એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલે બિપરજોય ચક્રવાતી વાવાઝોડા વિશે જણાવ્યું હતું કે તેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ભલે વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ તેની અસરથી વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પટેલે 12 થી 15 જૂન દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
દરમિયાન, અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. માછીમારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પવનની ઝડપ 35-45 કિમી પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી પવનની ઝડપ વધશે. દરિયાકાંઠા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ચક્રવાત હવે પોરબંદરથી 830 કિમી દૂર છે.
Advertisement