હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા 64 તાલુકામા કમોસમી વરસાદ નોધાયો છે, જેમાં પાંચ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ, જેમાંરાજકોટના ગોંડલમાં 1.5 ઈંચ જામનગરના ધ્રોલમા અને મોરબીમાં 1.5 ઈંચ વરસાદ અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી થઈ છે. જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે.
Advertisement
Advertisement
સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નથી જોવા મળ્યો ત્યાં પણ આગામી સમયમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે હવામાન વિભાગ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે લોકોને પણ બિન જરૂરી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50 જેટલા તાલુકામાં વરસાદનો થયો છે.
રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાનો માર રહેશે. જેમાં રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું રહેશે. તેમાં 1 મેએ બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થતા મે મહીનામાં કમોસમી વરસાદ રહેશે. તથા 29થી 3મે સુધી કમોસમી વરસાદ રહેશે.
Advertisement