અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે સિઝનની શરૂઆતથી જ સતત વરસાદ પડી રહ્યો છે. પહેલા તો ઓગસ્ટમાં વરસાદનું જોર ઘટી જતું હતું. પરંતુ આ વર્ષે ઓગસ્ટમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલના મતે આ વખતે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે.
Advertisement
Advertisement
ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા
આજથી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. આવી સ્થિતિમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ વિશે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદની તીવ્રતા ઘટી જાય છે, પરંતુ અંબાલાલ પટેલે આશંકા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આ વર્ષે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે વરસાદ પડશે.
આજથી 9 ઓગસ્ટ સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 9 ઓગસ્ટ સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. અંબાલાલ પટેલના મતે આ મહિને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લાવશે, તેથી વરસાદ પણ ખૂબ પડશે. આ સાથે સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ ચેતવણી આપી
અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ 1 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયામાં મોજા અને ભારે પવનની સંભાવનાને કારણે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 152 તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે.
Advertisement