સતત માવઠાને કારણે ગરમી નિયંત્રણમાં હતી પરંતુ હવે સ્વચ્છ આકાશ સાથે હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. આજે અમદાવાદનું તાપમાન 41.4 ડિગ્રી રહેવા પામ્યું હતું જે હવે વધીને 44.00 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પાટણમાં પણ ગરમી 41.4 ડિગ્રી, સુરેન્દ્ર નગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 40, ભૂજમાં 39.9, ડિસામાં 39.8, વડોદરામાં 39.6, જુનાગઢમાં 38.1, ભાવનગરમાં 37.8 અને સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Advertisement
Advertisement
એક રીતે જોવા જઈએ તો અત્યારે સૂકી ગરમી પડી રહી છે અને એના કારણે લૂના કેસ પણ વધવાની શક્યતા છે. માવઠાની અસર ઓછી થઈ જતાં ગરમીએ તેનો મિજાજ બતાવવાનું શરુ કર્યું છે.
શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ પડતાં રોડ રસ્તાઓ અને બિલ્ડિંગના લીધી વિશેષ અનુભવાય છે. બપોરના સમયમાં ગરમીના લીધે ટ્રાફિકની અવર-જવર પર પણ અસર જોવા મળી રહી છે.
ગરમીને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોમાં ખાસ હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિભાગ બનાવવામાં આવ્યો છે અને લોકોને વધુ પાણી, આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.
Advertisement