છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં હીટ વેવ ચાલી રહ્યું છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધું હતું. આજે અમદાવાદમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સીઝનનું સૌથી વધુ તાપમાન છે. જ્યારે પાટણમાં ગરમીનો પારો 45.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગાંધીનગરમાં 44.4, હિંમતનગરમાં 44.1, વડોદરામાં 43, રાજકોટમાં 43, અમેરેલીમાં 43, ડીસા 42.8 અને ભૂજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Advertisement
Advertisement
હાલમાં પડતી ગરમીને કારણે અસંખ્ય લૂ લાગવાના કેસો આવી રહ્યા છે અને બપોરના સમયે જનજીવન પર આ ગરમીની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા સતત યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદનું તાપમાન 44.7 ડિગ્રી રહ્યું છે પરંતુ એરપોર્ટ વિસ્તારમાં 45.6 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ તો ગરમીના કારણે પરંતુ સિમેન્ટ કોંક્રીટના જંગલોના લીધે આ ગરમીનો પ્રભાવ સામાન્ય વિસ્તાર કરતાં બે ડિગ્રી વધુ અનુભવાય છે.
આગામી સમયમાં હજુ ત્રણ દિવસ સુધી હીટ વેવ ચાલુ રહેવાની આગાહી છે.
Advertisement