અમદાવાદઃ ગુજરાતને વધુ એક એટલે કે ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રની જનતાની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા દેશભરમાં ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે, ત્રીજી વંદે ભારત ટ્રેનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વંદે ભારત ટ્રેન આગામી દિવસોમાં અમદાવાદ અને જામનગર રૂટ પર શરૂ થઈ શકે છે. જેના માટે ગઈકાલથી ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ગુજરાતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ હાલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડી રહી છે. તે પછી કેન્દ્ર સરકારે ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી, જે અમદાવાદમાં સાબરમતીથી જોધપુર વચ્ચે દોડી રહી છે. દરમિયાન, ગુજરાતને મળનારી ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન ગઈકાલથી અમદાવાદ-જામનગર રૂટ પર શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદી 24મીએ આ ટ્રેનને લીલીઝંડી બતાવશે એવી અપેક્ષા છે.
ગુજરાતમાં બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે
અમદાવાદ-જામનગર વચ્ચે નવી ટ્રેનની ટ્રાયલ શરૂ થતાં સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી રહી છે જેની માંગ ઘણાં સમયથી કરવામાં આવી રહી હતી. અગાઉ જુલાઈમાં વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી અને જોધપુર વચ્ચે દોડાવવામાં આવી હતી. આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ દોડે છે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ ટ્રેન સાબરમતી અને જોધપુર વચ્ચે પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, પાલી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને બપોરે 12.05 વાગ્યે પહોંચશે. જ્યારે સાબરમતીથી 16.45 કલાકે ઉપડીને રાત્રે 22.45 કલાકે જોધપુર પહોંચશે. એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અને જોધપુર વચ્ચેનું અંતર કાપવામાં આઠ કલાક લે છે, જે વંદે ભારત ટ્રેન માત્ર છ કલાકમાં કાપે છે. ગુજરાતને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડી રહી છે. તેની પણ ઘણી માંગ છે.
Advertisement