અંબાલાલ પટેલે તાપમાનનો પારો ઉંચો જવાની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી પડી નથી. વાતાવરણમાં સતત ફેરફારના કારણે અસહ્ય ગરમીનો અનુભવ થયો નથી.
Advertisement
Advertisement
જોકે, આગામી દિવસોમાં ચામડી દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જોકે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જૂન મહિના સુધી એટલે કે ચોમાસાની શરૂઆત સુધીમાં માવઠા થવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલમાં ગરમી પડવી જોઈએ, પરંતુ ગરમી પડી નથી. મહત્તમ તામપાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. એપ્રિલમાં ગરમી કરતા માવઠા વધુ પડ્યા છે.
તે ઉપરાંત તેમને કહ્યું છે કે, દેશના ઉત્તરના પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થાય અને મે મહિનામાં ગરમી ન પડે તો તેની અસર ચોમાસા પર થતી હોય છે. આ વર્ષે પરિસ્થિતિ એવી રહી છે. હજુ પણ ચોમાસા જેવો વરસાદ થઇ રહ્યો છે. જોનકે, મે મહિનાના મધ્યથી લઈને જૂન મહિનામાં ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ અનુસાર, બંગાળના ઉપસાગરમાં વાવઝોડુ સક્રિય થઇ રહ્યુ છે. જેથી અરબ સાગરમાંથી બંગાળના ઉપસાગર તરફ ભેજ ખેંચાશે જે ગરમીમાં વધારો કરશે. ગંગા જમનાના મેદાનમાં 44 ડિગ્રી જેટલું તાપમાન થઇ શકે છે. ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 43 અને સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જોકે, રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે. પરંતુ ગુજરાત પરથી વાદળો હટશે જેના કારણે ગરમીનું પ્રમાણ વધશે.
Advertisement