અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 164 મી.મી., રાજકોટના કોટડાસાંગાણીમાં 150 મી.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 5 તાલુકામાં 5 ઈંચથી વધુ, બે તાલુકામાં 4 ઈંચ, 10 તાલુકામાં 3 ઈંચ, 28 તાલુકામાં 2 ઈંચથી વધુ અને અન્ય 59 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો હોવાના સમાચાર છે. રાજ્યમાં ચાલુ સિઝનના કુલ વરસાદના સરેરાશ 43.77 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 112.07 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત વિસ્તારમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાતમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત વિસ્તારમાં 30.16 ટકા વરસાદ નોંધાયો છે.
Advertisement
Advertisement
પાંચ તાલુકામાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 147 મીમી, કચ્છના અબડાસામાં 132 મીમી, બનાસકાંઠાના સુઈગામમાં 130 મીમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 128 મીમી, ઉપલેટામાં 129 મીમી, રાજકોટમાં 129 મીમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના તલોદમાં 105 અને જૂનાગઢના વંથલીમાં 105 મીમી વરસાદ નોંધાયો છે.
59 તાલુકાઓમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 97 મીમી, રાજકોટના ગોંડલ અને બોટાદના બરવાળામાં 89 મીમી, સુરેન્દ્રનગરના ચોટીલામાં 88 મીમી, બોટાદના ગડ્ડામાં 83 મીમી, જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના વડગામમાં 82 મીમી, કચ્છના રાપર, ખેડાના નડિયાદ અને મહેસાણાના કડીમાં 76 મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કુલ 28 તાલુકામાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ 28 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 59 તાલુકાઓમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.
Advertisement