કચ્છ: ગુજરાત પોલીસે ગુરુવારે (27 સપ્ટેમ્બર) ડ્રગ્સ કેસમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત પોલીસે કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી 80 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ રૂપિયા છે, સ્થાનિક પોલીસે વધુ તપાસ માટે કાર્યવાહી શરૂ કરી છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલું ડ્રગ્સ કોકેઈન છે.
Advertisement
Advertisement
કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના જણાવ્યા અનુસાર, પોલીસે ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે, FSLની પ્રાથમિક તપાસમાં તે કોકેઈન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે તેઓ ડ્રગ્સ પહોંચાડવામાં નિષ્ફળ ગયા હતા અને આખરે તેને દરિયાકાંઠાના વિસ્તારમાં ફેંકી દીધું હતું, જે પોલીસે પકડી પાડ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મળેલી આ સફળતા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ પોલીસની સતર્કતાને કારણે પોલીસે 80 કિલો કોકેઈન ઝડપ્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા છે. અમે ગાંધીધામ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા આરોપીઓની ધરપકડ કરવામાં પણ ગુજરાત પોલીસને સફળતા મળી છે. અમે ઘણાં આંતરરાષ્ટ્રીય આરોપીઓને જેલ હવાલે પણ કર્યા છે.
Advertisement