પર્યાવરણ જતનના ઉદ્દેશ્ય સાથે અને ગ્રીન ગુજરાત કલીન ગુજરાત તથા ગો ગ્રીનના મંત્ર થકી બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દેશભરમાં દ્વિતીય ક્રમે છે. એટલું જ નહીં, સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯ હજાર ૪૫૫ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે.
Advertisement
Advertisement
જેડા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દ્રિતીય ક્રમે છે. ગુજરાતમાં પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે આશરે કુલ ૧૪૨ ગીગાવોટના પ્રોજેક્ટની શક્યતાઓ છે. જે દેશમાં સૌથી વધુ છે. પાંચમી પવન ઊર્જા નીતિ હેઠળ રાજ્યમાં ૩૦ એપ્રિલની સ્થિતિએ સ્થાપિત પવન ઊર્જા પ્રોજેક્ટની ક્ષમતા ૯ હજાર ૯૧૦ મેગાવોટ છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે.
ગુજરાતનો ૧,૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો પવનશક્તિનો ઉપયોગ કરી વીજ ઉત્પાદન કરવા માટે આશિર્વાદરૂપ સમાન છે. ગુજરાતના મોટા મેદાનો અને સાધારણ જટિલ ભૂપ્રદેશ પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા સાનુકુળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અત્યાર સુધીમાં પવન ઊર્જાના મોટા પ્રોજેક્ટો સ્થાપવા માટે ૫૬ સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યના આંતરીક વિસ્તારોમાં પણ, પવન ગતિની સંભાવનાનો અભ્યાસ કરતાં પવન ઉર્જા પ્રોજેક્ટના સ્થાપન માટે ખૂબ સારા પરિણામો મળ્યા છે.
આ ઉપરાંત સ્થાપિત સૌર ઊર્જા પ્રોજેક્ટમાં ૯ હજાર ૪૫૫ મેગાવોટ સાથે કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટની ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે. રાજયમાં બિન પરંપરાગત અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અંતર્ગત કુલ સ્થાપિત ક્ષમતા ૪૫ હજાર ૯૧૨ મેગાવોટ સાથે ૧૦૦ ટકા સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતનો દેશમાં ૧૧ ટકા હિસ્સો છે. જેમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૪૨ ટકા અને પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૫૮ ટકા હિસ્સો છે.
સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ-૨૦૨૩ ની સ્થિતિએ ૪૨૬૩૩.૧૩ મે. વો. ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી ૯૭૯૯.૧૬ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૨૩ ટકા સાથે બીજા સ્થાને છે.
Advertisement