ગાંધીનગરઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓના હિતમાં એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. ગુજરાત સરકારે ચોથા વર્ગના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં બોનસ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડ-નિગમના 21 હજારથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.
Advertisement
Advertisement
ગુજરાત નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ચોથા વર્ગના કર્મચારીઓને રૂ. 7000 હજાર સુધીનું એડહોક બોનસ આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે. નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે ચોથા વર્ગના કર્મચારીઓને 7000 રૂપિયાનું બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનાથી રાજ્ય સરકાર અને પંચાયતના 21,000 થી વધુ કર્મચારીઓ, ગ્રાન્ટેડ અને બોર્ડ કોર્પોરેશનોના ચોથા વર્ગના કર્મચારીઓને ફાયદો થશે.
અગાઉ ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારીઓને ભેટ આપી હતી.
ગુજરાત સરકારે દિવાળી પહેલા રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની ભેટ આપી હતી. ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. રાજ્ય સરકારના નિર્ણયને કારણે 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20 ટકા વધારાની અટકળો વચ્ચે રાજ્ય સરકારે કર્મચારીઓને 30 ટકાનો વધારો આપવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કર્મચારીઓનો પગાર વધારો 1 ઓક્ટોબરથી લાગુ થશે. તેનાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 500 કરોડથી વધુનો બોજ વધશે.
Advertisement