અમદાવાદ: શહેરમાં શાળા-કોલેજની યુવતીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવી ઘટનાઓ અટકાવવા પોલીસની એક વિશેષ ટીમ કાર્યરત છે. યુવતીઓ અને મહિલાઓ આવી છેડતી બાદ ચૂપ રહે છે જેના કારણે આવી ઘટનાઓ વધી છે. પરંતુ શહેરની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીએ જાહેરમાં છેડતી કરનારની ધોલાઈ કરી નાખી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી રોમિયોને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે એક રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરવાનું ભારે પડી ગયું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલી વિદ્યાર્થીનીની છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસે રોમિયોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી. ત્યારે એક યુવક તેની પાછળ આવ્યો અને તેની છેડતી કરી, તે પછી છોકરી બૂમો પાડવા લાગતા, સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેમણે તરત જ યુવકને પકડી લીધો અને તેની મારપીટ કરી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ યુવક અવારનવાર છેડતી કરતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકનું નામ વિજય સરકાર છે અને તે ભુલાભાઈ પાર્ક પાસે રહે છે.
Advertisement