અમદાવાદના સાણંદમાં શનિવારે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા. આ માટે માઈક્રોન અને અમેરિકન સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાણંદમાં રૂ. 22 હજાર કરોડથી વધુના ખર્ચે પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
Advertisement
Advertisement
સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બનશે. એકવાર આ પ્લાન્ટ શરૂ થયા બાદ ગુજરાત ઓટોમોબાઈલનું હબ પણ બની જશે. આ પ્રસંગે વાઈબ્રન્ટ ગુજરાતની ચર્ચા કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બે દાયકા પૂર્ણ કરી રહી છે. આવતા વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત 2024 ની થીમ “ગેટવે ટુ ધ ફ્યુચર” રાખવામાં આવી છે. 20 વર્ષની સફળતાની સમિટ તરીકે તેને ઉજવવામાં આવશે, જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે ગુજરાતના સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન થયું હતું. આ ખૂબ જ આનંદની વાત છે… ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે… પ્લાન્ટનું નિર્માણ કાર્ય આગામી થોડા મહિનામાં પૂર્ણ થઈ જશે અને આ ફેક્ટરીમાંથી ડિસેમ્બર 2024માં પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ચિપનું ઉત્પાદન કરવામાં આવશે.
કાર્યક્રમ પૂરો થયા બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે છેલ્લાં 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. નવી ટેક્નોલોજી અને સુવિધાઓ લાવી છે…તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દેશમાં 9 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
Advertisement