અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રીજા તબક્કાના અંતે રાજ્યમાં સારો વરસાદ થયો હતો. હવામાન વિભાગનું અનુમાન છે કે ટુંકા વિરામ બાદ વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે. 13 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાશે.
Advertisement
Advertisement
ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 13મી ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સીઝનનો 79.83 ટકા વરસાદ નોંધાયો
બિપરજોય ચક્રવાતી તોફાન બાદ ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ છે. ત્રણ રાઉન્ડ વરસાદના કારણે રાજ્યની નદીઓ અને જળાશયોમાં પાણી આવ્યાં છે. થોડા દિવસ સુધી શાંત રહેલા મેઘરાજા હવે ફરી આવવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યમાં ત્રણ રાઉન્ડના વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા નોંધાયો છે.
સરદાર સરોવરમાં 75.19 ટકા પાણીનો સંગ્રહ
રાજ્યના 207 જળાશયોમાં 72.26 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 251184 M.C.F.T.પાણીનો સંગ્રહ છે, જે તેની નિયત ક્ષમતાના 75.19 ટકા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા પાણીનો સંગ્રહ થયો છ
Advertisement