ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. પરંતુ, રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા હાલ જણાતી નથી. હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટાંછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટા થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં પણ વરસાદ થવા આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અલનીનોની અસરના કારણે ગુજરાતમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે. જોકે 24 કલાકમાં રાજ્યમાં છુટોછવાયો હળવો વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં હળવો વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ એક્ટિવ નહિ. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ સુધી 24 ટકા વધુ વરસાદ સાથે સિઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતભરમાં હાલ સારા વરસાદની કોઈ શક્યતા જણાતી નથી, જોકે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 24 ઓગસ્ટ એટલે કે આજથી 26 ઓગસ્ટ સુધી મહદઅંશે વરસાદી ઝાપટા પડશે. 27થી 31 ઓગસ્ટ દરમિયાન, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે.30-31 ઓગસ્ટ દરમિયાન ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકી જશે.
Advertisement