અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ વિશે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદ પડશે તેવું અનુમાન લગાવ્યું છે. આ સાથે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આજે છોટા ઉદેપુરમાં સૌથી વધુ વરસાદ થવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં નદીઓ અને કેનાલો છલકાઈ ગઈ છે અને ઘણાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં શિયર ઝોન હોવાના કારણે વરસાદી માહોલ જારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની શક્યતા
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 24 કલાકમાં ઘણાં વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદને કારણે નવસારી શહેરના ઘણાં વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે.
Advertisement