સુરતના માંગરોળ તાલુકાના સિયાલજ ગામની હદમાં ચાલતા કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને ૬0.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
Advertisement
Advertisement
આ સમય દરમિયાન માહિતી મળી હતી કે, સીયાલજ ગામની હદમાં અમદાવાદથી મુંબઇજના નેશલન હાઇવે ૪૮ પર આવેલ જલારામ વે બ્રીજની પાછળ ખુલ્લી જગ્યામાં વિક્રમભાઇ નાથાભાઇ વાક તેના સાગરીતો સાથે હજીરા પોર્ટ, સુરતથી ઔદ્યોગિક એકમોમાં સપ્લાય કરવામાં આવતા હતા. ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવતા કોલસાનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા ટ્રકના ડ્રાઇવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ટ્રકોમાં ભરેલા ઇન્ડો કોલસાનનો જથ્થો તેના સાગરીતો સાથે ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે.
હાલમાં ટ્રકમાંથી કોલસોનો જથ્થો ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહેલી છે. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો અને મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને મોટા પ્રમાણમાં ચોરી કરી કાઢેલ ઇન્ડો કોલસાના જથ્થા તથા બે ટ્રકો, બે લોડર મશીન સહિતના કુલ રૂ.૬૦.૯૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વિક્રમ વાક, સોહનલાલ ભાંભોર, હરેશ મેર, મેહુલ મેર, હરદેવ સારોદીયા પર કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Advertisement