જૂનાગઢના તબીબ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં વિધિવત એફઆઈઆર કરીને રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણ ચૂડાસમા સામે સુસાઈડ નોટના આધારે FIR દાખલ કરી છે.
ડૉ.અતુલ ચગે લખેલા સુસાઈડ લેટરમાં રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણ ચૂડાસમા દ્વારા સતત દબાણ હોવાનું જણાવ્યું હતું.
શરુઆતમાં જુનાગઢ પોલીસે સાંસદ ચૂડાસમા સામે એફઆઈઆર દર્જ કરવાનું ટાળ્યું હતું. પરંતુ ડૉ.ચગના પુત્ર હિતાર્થ ચગની ફરીયાદના આધારે આઈપીઈસી 306, 506 અને 114 અંતર્ગત ગુનો નોંધી ફરીયાદ દાખલ કરી છે. એ વખતે હિતાર્થ ચગે સતત રજૂઆતો કરતાં હાઈકોર્ટે ફરીયાદને ખારીજ ગણી હતી. પરંતુ ત્રણ મહિના બાદ આ સુસાઈડ લેટરના આધારે સાંસદ રાજેશ ચૂડાસમા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ડૉ.ચગના પુત્ર હિતાર્થને ન્યાય અપાવવા માટે સમગ્ર લોહાણા સમાજ મેદાનમાં ઉતર્યો હતો અને સતત ન્યાય મળે તે માટે સરકાર અને સ્થાનિક સરકારમાં રજૂઆતો કરી હતી.
Advertisement