અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક પ્રદર્શન કરનાર કોંગ્રેસમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બદલવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ હવે ગુજરાતનો એક પણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ગુજરાત વિશે વાત કરી શકશે નહીં. પરંતુ બીજી તરફ અહેમદ પટેલના પુત્રની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની મુલાકાત બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
Advertisement
Advertisement
ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટો શેર કર્યો
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સીઆર પાટીલ સાથેની મુલાકાતનો ફોટો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યો છે. ફૈઝલ પટેલ ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં ન આવતું હોવાની ચર્ચા ચાલી રહી છે.
ટ્વીટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી
આ અગાઉ ફૈઝલ પટેલે ટ્વીટ કરીને કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટોચના નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને એમ પણ લખ્યું કે તેઓ જવાબદારીની રાહ જોઈને થાકી ગયા છે. આ સિવાય ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ટોચના નેતૃત્વ તરફથી કોઈ પ્રોત્સાહન મળતું નથી. તેમણે લખ્યું કે તેમની પાસે બીજો વિકલ્પ હજુ ખુલ્લો છે.
મુમતાઝ પટેલ પણ કેન્દ્રીય મંત્રીને મળ્યા છે
અગાઉ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચના વિવિધ પ્રશ્નોને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા. નીતિન ગડકરીને મળ્યા બાદ મુમતાઝે ટ્વીટ કર્યું હતું કે ભરૂચમાં નેશનલ હાઈવે-48ના ખારોદ ફ્લાયઓવર પર નીતિન ગડકરી સાથે તેમણે સકારાત્મક વાતચીત કરી હતી. આ ઉપરાંત અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલ સુધીનો રસ્તો પહોળો કરવા ગડકરીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
Advertisement