સાઇકલોનની આગાહીને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના કલેક્ટરને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે સોમવારે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં તે વધુ તીવ્ર બને તેવી પૂરી શક્યતા છે.
Advertisement
Advertisement
IMDએ કેટલાક રાજ્યોમાં ગરમીના દિવસો અને અન્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં 8મે થી 12 મે દરમિયાન મધ્યમ વરસાદ થઈ શકે છે. તો સીમાવર્તી વિસ્તારોમાં 8થી 11 મે દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ સિવાય 10 મેનાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
હવાની ઝડપ 9 મે સુધી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે. 10 તારીખથી બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઓડિશા સરકારે ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના કલેક્ટરને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે સોમવારે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ પછી, તે મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ વધુ તીવ્ર થવાની સંભાવના છે.
Advertisement