ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 700 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં હું આપની સમક્ષ એક મંત્રી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે ઉપસ્થિત થયો છું. આ કાર્યક્રમ મારા એકલાને બોલવાનો નથી પરંતુ મારા યુવાન મિત્રોને બોલવાનો અને તેઓને સાંભળવાનો છે.
Y20 ગુજરાત સંવાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરંભાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પણ આવા કાર્યક્રમો થશે, જેમાં ગુજરાતના દરેક યુવાન પોતાની ભાગીદારી નોંધાવે અને દેશના વિકાસમાં પોતાના વિચાર સરકાર સમક્ષ રજૂ કરે છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપ સૌ વિદ્યાર્થી શિક્ષણની સાથે સાથે પોતાની અંદર રહેલા કૌશલ્યનો પણ વિકાસ કરો જેથી આપ જીવનમાં ક્યાંય નિષ્ફળ નહીં થાઓ. હંમેશા સફળ જ થશો અને સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બનશો. ગુજરાતના યુવાન દેશના વિકાસ માટે મોડેલ સ્વરુપ બની રહેશે. આપ સૌ સ્ટાર્ટઅપ, ઈનોવેશન, રમતગમત કે કોઈપણ ક્ષેત્રમાં જેમાં આપ સૌ ઈચ્છો એમાં આગળ વધો.
આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા, કૌશલભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement