ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ આજે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના પદાધિકારીઓની નિમણૂક માટે અનેક નામો ચર્ચામાં હતા. જોકે, મેયર તરીકે ચર્ચામાં સૌથી મોખરે દક્ષેશ માવાણીનું નામ હતું. તેમની પસંદગી કરવામાં આવી છે. સુરતના ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયા વાળાની પસંદગી કરાઈ છે.
રાજકોટ, ભાવનગર, જામનગરના મેયરની વરણી
દરમિયાન, રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી થઈ છે. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ભરતભાઈ બરાડ અને ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ જ્યારે ચેરમેન તરીકે રાજુ રબાડિયાની વરણી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મેયરપદે વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયરપદે ક્રિષ્નાબેન સોઢા, ચેરમેનપદે આશિષ જોશી અને નેતાપદે કેતન નાખવા તથા દંડક તરીકે જીતુ શીંગાળાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગઈકાલે અમદાવાદ અને વડોદરાના હોદ્દેદારોની વરણી
અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા મેયરની તેમજ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. શહેરના શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન નવા મેયર તરીકે નિયુક્ત થયા હતા. આ ઉપરાંત નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ હતી. ગઈકાલે અમદાવાદ ઉપરાંત વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી હતી તેમજ નવા ડે. મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઇ હતી.
Advertisement