અમદાવાદ: શહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓ સામે પોલીસે કાર્યવાહી શિકંજો કસવાનું શરૂ કર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સરખેજ અને થલતેજ બાદ હવે મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. મોડીરાત્રે દરોડો પાડીને પોલીસે જુગાર રમતા 27 જુગારીઓની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
જીમખાનામાં 27 જુગારીઓ રંગે હાથે ઝડપાયા
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા પછી થોડા દિવસો સુધી જુગાર રમવામાં આવતો નથી, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પોલીસનો ડર ખતમ થઈ જાય છે અને જુગારીઓ તેમના મનપસંદ જીમખાનામાં જવા લાગે છે.
ક્રાઈમ બ્રાન્ચને દરિયાપુરના પોલીસ સ્ટેશનથી એકદમ નજીક આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. ગુપ્ત બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જીમખાનામાં જુગાર રમતા 27 જેટલા જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા. જિમની આડમાં જુગારધામ ચલાવતા ગોવિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. દરોડા બાદ ક્રાઈમ બ્રાન્ચે લાખોની રોકડ, મોબાઈલ ફોન, વાહનો અને જુગાર રમવાના સાધનો જપ્ત કર્યા છે.
Advertisement