રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. એટલું જ નહીં હવેથી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરીની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે.ભરતીમાં કરાયેલાં ફેરફાર મુજબ હવે ગુજરાત સરકારની વર્ગ-3ની પરીક્ષાઓમાં પણ હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સની પરીક્ષા. ત્યાર બાદ મેરિટના આધારે જ સરકારી નોકરી માટે થશે યોગ્ય ઉમેદવારની પસંદગી. વર્ગ-3 ની ભરતીમાં ગુજરાત સરકારે કરેલાં ફેરફારને વિગતવાર સમજો…
Advertisement
Advertisement
- હવે 2 પ્રકારે વર્ગ-3 ગણાશે એક અપર ક્લાસ 3 અને બીજું લોવર કલાસ 3
- જો અપર કલાસ-3 ની વાત કરીએ તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને તેના માટે ફક્ત એક કલાક મળશે.
- આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવારે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
- પ્રાથમિક પરીક્ષામાં રિઝનિંગ અને ગણિત 40 માર્ક્સ, એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ પ્રમાણે લેવામાં આવશે.
- આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં DYSO અને STI (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે અને તેનો સમય 3 કલાક રહેશે.
- આ પેપરમાં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધું જ આવશે જે 100 માર્ક્સ નું હશે
- બીજુ અંગ્રેજીનું પેપર જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે.
- ત્રીજું પેપર જનરલ સ્ટડિઝનું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
- ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરીક્ષાના ગુણ જોવાશે.
- હવે લોવર કલાસ- 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા રાખવામાં આવી નથી.
- લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે જે 2 કલાકનું રહેશે.
- જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનિંગના 40 માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે.
- કોઈ પણ કલાસ-3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં.
- આમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન જે જીપીએસસીના લેવલવાળા આવશે.
Advertisement