ગુજરાત યુનિવર્સિટી ધોરણ 12 પછીના યુજી આર્ટ્સ, યુજી કોમર્સ અને યુજી સાયન્સ તેમજ ઈન્ટિગ્રેટેડ લોમાં પ્રવેશ માટે આજથી ઓનલાઈન ક્વિક રજિસ્ટ્રેશન શરુ કરી દેવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીએ ફી ભરવાની નથી માત્ર પ્રાથમિક વિગતો ભરીને હંગામી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ધોરણ 12 પછીના બી.કોમ., બીબીએ, બીસીએ તથા કોમર્સ સંચાલિત વિવિધ ઈન્ટિગ્રેટેડ કોર્સ ઉપરાંત બી.એ. અને બી.એસસી. તથા સાયન્સને લગતા ઈન્ટિગ્રેટેડ કોર્સ સાથે પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ લો કોર્સમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.
વિદ્યાર્થીઓએ માત્ર પોતાના સીટ નંબર, પાસિંગ યર, નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો ઓનલાઈન સબમીટ કરવાની છે.
Advertisement